HomeGujaratમોરબી સિવિલ હોસ્પિટલમાં મહિલાના ગર્ભાશયના ઓપરેશન માટે રૂ લાંચ લેનાર મેડીકલ ઓફિસર...

મોરબી સિવિલ હોસ્પિટલમાં મહિલાના ગર્ભાશયના ઓપરેશન માટે રૂ લાંચ લેનાર મેડીકલ ઓફિસર અને નર્સને કોર્ટે ફટકારી 5 વર્ષની કેદ

મોરબી સિવિલ હોસ્પીટલમાં વર્ષ 2008માં અસલમભાઇ ગુલામ હુસેન મેમણની પત્નીનું મોરબી સિવિલ હોસ્પિટલમાં ગર્ભાશયની ગાંઠ માટે ઓપરેશન કરવામાં આવ્યું હતું આ ઓપરેશન માટે સીવિલ હોસ્પિટલના તત્કાલીન મેડીકલ ઓફિસર ડો. પંકજ કુમાર ગોબર ભાઈ ગોંડલિયા તેમજ સ્ટાફ નર્સ હીનાબેન નરભેરામભાઈ સાવરિયા દ્વારા રૂ 1800ની લાંચ લીધી હતી જયારે બાકીની રૂ 4000ની લાંચ પછી થી આપવા વાયદો કરાયો હતો જોકે ફરીયાદી લાંચ આપવા ન માગતા હોવાથી તેઓએ જે તે સમય ACBમાં ફરિયાદ કરી હતી જેના આધારે ACB દ્વારા ટ્રેપ ગોઠવી હતી અને સ્ટાફ નર્સ હીનાબેનની માતાને રૂ 4000 ની લાંચ લેતા એસીબીએ પકડી પાડ્યા હતા ને પૂછપરછ માં સ્ટાફ નર્સ હીનાબેન અને ડો પંકજ ગોંડલિયાનું નામ ખુલતા ત્રણેય વિરુદ્ધ એસીબીએ ફરિયાદ નોધી તપાસ હાથ ધરી હતી
બાદમાં એસીબીએ સમગ્ર તપાસ પૂર્ણ કરી જે તે સમયે કોર્ટમાં કેસને લગતા તમામ કાગળો સબમિટ કરતા કેસ કોર્ટમાં ચાલ્યો હતો કેસમાં સરકારી વકીલ સંજય દવે એ ફરીયાદી અસ્લમભાઈ વતી કેસ લડ્યા હતા જેમાં સરકારી વકીલ દ્વારા કેસમાં લગતા જરૂરી આધાર પુરાવા રજુ કર્યા હતા તેમજ સાક્ષીઓના નિવેદન નોધ્યા હતા બન્ને પક્ષની દલીલ કેસને લગતા પુરાવા વગેરે તમામ બાબતોને ધ્યાને લઇ મોરબી એસીબી કોર્ટના જજ કમલ રસિકલાલ પંડ્યા eએ મેડીકલ ઓફિસર ડો. પંકજ કુમાર ગોબર ભાઈ ગોંડલિયા તેમજ સ્ટાફ નર્સ હીનાબેન નરભેરામભાઈ સાવરિયાને 5 વર્ષની કેદ તેમજ બન્ને આરોપીને 10 -10 હજારનો દંડ ફટકાર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW