HomeGujaratમધ્યાહ્ન ભોજન યોજનામાં કેન્દ્રિય રસોડાનો પ્રોજેક્ટ ખાનગી એજન્સીને લાભ અપાવવાનો કારસો?...

મધ્યાહ્ન ભોજન યોજનામાં કેન્દ્રિય રસોડાનો પ્રોજેક્ટ ખાનગી એજન્સીને લાભ અપાવવાનો કારસો? કર્મચારી સંઘે કર્યો વિરોધ

રાજ્યની વિવિધ સરકારી શાળામાં કેન્દ્ર અને રાજ્યની વિવિધ પોષણ યોજના અંતર્ગત સરકારી શાળાઓમાં બાળકોને મધ્યાહ્ન ભોજન યોજના ચાલુ છે જેમાં હાલ સંચાલક અને  રસોયા સેવા આપે છે અને બાળકોને ભોજન આપે છે જોકે રાજ્ય સરકાર દ્વારા તેમાં માનદ વેતનના નામે મશ્કરી સમાન પગાર આપે છે આટલું ઓછું હોય તેમ હવે આ પ્રોજેક્ટમાં ધરમૂળ સુધારા સરકાર દ્વારા લાવવામાં આવી રહ્યા છે સરકાર દ્વારા કેન્દ્રિય રસોડા પ્રોજેક્ટ લાવી રહી છે જેમાં બાળકોને એક શાળામાં રસોઈ બનાવીને જમાડવાના બદલે ખાનગી એજન્સી ચોક્કસ જગ્યાએ રસોઈ બનાવી શાળામાં પહોચાડશે જોકે આ પ્રોજેક્ટને લઇ વિરોધ શરુ થયો છે

આજે પીએમ પોષણ શક્તિ નિર્માણ મધ્યાહ્ન ભોજન યોજના કર્મચારી સંઘ દ્વારા આજે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને કેન્દ્રિય રસોડા પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો તેઓએ દાવો કર્યો હતો કે ગુજરાત રાજ્ય માં આ યોજના ૧૯૮૪, થી મધ્યાહ્ન ભોજન યોજના અમલી છે .રાજ્યની તમામ  શાળાઓમાં કિચન ગેસ,જરૂરી સ્ટાફ, ઉપલબ્ધ છે જેના માધ્યમ થી દેશની ઉત્તમ અમલવારી માં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે અને ભારત સરકાર ની પણ ગાઈડ લાઈન છે પ્રત્યેક શાળા માં જ ભોજન તાજુ બનાવવાની સુવિધા હોવી જોઈએ એ મુજબ ગુજરાત રાજ્ય ની તમામ શાળાઓ માં જ બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે
હવે  કેન્દ્રીય રસોડા નો પ્રોજેક્ટ જે ગુજરાત બહાર ની ચાર સંસ્થાઓ ના જ પોષણ માટે લાવવા માં આવ્યો હોવાની આશંકા છે જેથી આ  નું ટેન્ડર તાકીદે રદ કરી મૂળભૂત શાળા કક્ષાએ જ ગરમ તાજુ અને સુપ્રીમ કોર્ટ ના ચૂકાદા મુજબ આ યોજના માં રસોઈયા તરીકે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ ના રસોઈયાને અગ્રતા ક્રમની જોગવાઇ મુજબ સામાજિક સમરસતા ના ઉત્તમ વાતાવરણ માં બનતું ભોજન અને પીરસવાની કામગીરી ચાલુ રાખવી જોઈએ ”
કેન્દ્રિય રસોડા થકી  તાજું ભોજન મળવાના  બદલે ૪૦/૫૦, કિલોમીટર દૂર થી આગળની મોડી રાત્રે ૩-૦૦ વાગ્યે બનેલું ભોજન બીજા દિવસે વિતરણ થવાની શક્યતા છે અને આ થવાથી બાળકોને પોષણ મળવાના બદલે વધુ બીમાર થઇ શકે છે જેથી આ યોજનાની અમલવારી ન થવી જોઈએ તેવી રજૂઆત કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW