વાંકાનેરથી લાંબા અંતરની ટ્રેન મેળવતા મુસાફરો તેમજ મોરબીથી વાંકાનેર ધંધા વ્યવસાય માટે કાયમી મુસાફરો માટેની લાઈફ લાઈન સમાન મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન અવાર નવાર યાંત્રિક ખામીના કારણે અધ વચ્ચે અટકી જતી હોય છે જુનું પુરાણું ડીઝલ એન્જીન બદલી ઇલેક્ટ્રિક લાઈનનો ઉપયોગ કરવાની મુસાફરો માંગણી કરી રહ્યા છે રેલ્વે વિભાગ આ માંગણી ક્યારે પૂરી કરશે એ તો રેલ્વે તંત્ર જાણે પરંતુ છેલ્લા બે સપ્તાહથી રવિવારે ડેમુ ટ્રેનની ટ્રીપ રદ કરવામાં આવી રહી છે ગત રવિવારે ટેકનીકલ કારણ આપી રાતની ટ્રીપ રદ કરી દીધા બાદ ફરીવાર 29 જુનના રોજ મોરબી વાંકાનેર વચ્ચેના ડેમુ ટ્રેનની આખા દિવસની તમામ ટ્રીપ રદ કરવાની જાહેરાત પશ્ચિમ રેલ્વે ના રાજકોટ ડીવીઝન દ્વારા કરવામાં આવી છે અને તેના માટે રેલ્વે વિભાગે ટેકનીકલ કારણ જણાવ્યું છે હવે આ ટેકનીકલ કારણ શું છે તે ખુદ રેલ્વે તંત્રને ખબર પણ હાલ આવતીકાલે જે મુસાફરો આ ટ્રેનમાં જવાની તૈયારી કરી રહ્યા છે તેઓને અન્ય વાહનમાં જવું પડશે

