સમગ્ર દેશને હચમચાવી દેનારા પહેલગામ આતંકી હુમલાની ઘટનાને બે મહિના જેટલો સમય વીતી ગયો છે અને આ આતંકી ઘટના હજુ પણ દેશવાસીઓની આંખ સામે તરી રહી છે ઠેર ઠેર આ કાયરતા પૂર્ણ ઘટનાને અંજામ આપનાર આતંકીઓને પકડી ફાંસીના માંચડે ચઢાવવાની આશા સેવી રહ્યું છે
બીજી તરફ આ ઘટનાને અંજામ આપનારને પકડવા સ્થાનિક પોલીસથી લઇ દેશની સૌથી મોટી તપાસ એજન્સી એન આઈ એ પણ ઊંડાણ પૂર્વક તપાસ કરી રહી છે અને બે મહિના બાદ એન આઈ એ ને એક મજબુત કડી મળી હોય તેમ લાગી રહ્યું છે તેઓએ પહેલગામના બે સ્થાનિકની ધરપકડ કરી છે જેના પર આ આતંકીઓને આશ્રય આપવા અને તેને મદદ કરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે
NIA દ્વારા જે બે વ્યક્તિ ઝડપી પાડ્યા છે તેનું નામ પરવેઝ અહમદ જોઠાર અને બશીર અહમદ જોઠાર છે. પૂછપરછ દરમિયાન, બંનેએ આતંકવાદીઓની ઓળખ જાહેર કરી અને એ પણ પુષ્ટિ આપી કે તેઓ પાકિસ્તાની નાગરિક છે અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) સાથે સંકળાયેલા હોવાનું પણ જાણવા મળ્યું છે
પરવેઝ અને બશીરે હુમલા પહેલા આ ત્રણ આતંકવાદીઓને જાણી જોઈને હિલ પાર્કમાં એક કામચલાઉ ઝૂંપડીમાં રાખ્યા હતા. તેમણે તેમને ખાવાનું અને અન્ય સુવિધાઓ પૂરી પાડી હતી

