મોરબી અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળને બાતમી મળી હતી કે કચ્છ બાજુથી એક બોલેરો પીકઅપ ગાડી જેમાં ખીચોખીચ ઘેટા બકરા બોલેરો પીકપ માં જેના નંબર GJ12BX1949 બોલેરો પીકપ માં ભરીને કતલ કરવા લઈ જવામાં આવતા હોય જે હકીકત માહિતી મળતા મોરબી ગૌરક્ષક વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌરક્ષક વોચમાં બેઠા હતા ત્યારે કચ્છ માળીયા થઈને મોરબી બાજુ આવતી હોય ગાડી જેના નંબર GJ.12BX1949. બોલેરો પીકઅપ ગાડીની મળેલ બાતમી મુજબ ગાડી આવતા તે ગાડી ને મોરબી નજીક રવિરાજ ચોકડીએ રોકીને તેમાં ચેક કરતા 45 જીવતા ઘેટા બકરાને ક્રુરતા પૂર્વક હલન ચલન ન કરી શકે એવી રીતે બાંધેલા હોય કોઈ પાસ પરમીટ પણ ન હોય જેને પૂછપરછ કરતા જણાવેલ કે કચ્છ બાજુથી ભરેલા હોય અને મોરબી બે કુબેર ટોકીઝ પાસે કતલ કરવાના ઈરાદે લઈ જવામાં આવતા હોય જેથી મોરબી ગૌરક્ષક વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહયોગથી જીવોને બચાવી લેવામાં આવ્યા હતા જૅ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને કાયદેસરની કાર્યવાહી કરીને મોરબી પાંજરાપોળમાં મૂકવામાં આવેલ હતા

