મોરબીની લીલાપર ચોકડી નજીક વજેપરમાં રહેતા દલવાડી સમાજના યુવકની હત્યા કરી નાખવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા ગિરીશ નારણભાઇ કણઝારીયાની બપોરના સમયે લીલાપર ચોકડી નજીક હત્યા કરી નાખવામાં આવી હતી. બનાવની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને હાલમાં યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડી ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરી છે. નોંધનીય છે કે, મૃતક ગિરીશ નારણભાઇ કણઝારીયા વિરુદ્ધ જાહેરમાં ગાળો બોલવા મામલે વજેપરમાં પાડોશમાં જ રહેતા હિરલબેન તેમજ તેમના સાસુ, સસરાને ગાળો આપી ઢીકા પાટુનો માર મારી પથ્થરના છુટા ઘા મારવા તેમજ કારમાં નુકશાન અંગે ફરિયાદ નોંધાઈ હોવાનું પણ સામે આવ્યું છે. જૂની અદાવતમાં યુવકની હત્યા થઇ હોવાનું હાલમાં જાણવામાં આવ્યું છે.

