HomeGujaratહળવદમાં પોતાના માથા પર ફાયરીંગ કરનાર વેપારીનું સારવાર દરમિયાન મોત

હળવદમાં પોતાના માથા પર ફાયરીંગ કરનાર વેપારીનું સારવાર દરમિયાન મોત

હળવદ શહેરના વેપારી અગ્રણી કિશોર ઉર્ફે બકાભાઈ અમૃતલાલ ઠક્કર દ્વારા ગત તા 1 ના રોજ પોતાની લાયસન્સ વાળી ગનથી પોતાના માથા પર ફાયરીંગ કરી આપઘાતનો પ્રયાસ કરતા તેઓને પરિવારજનો ગંભીર હાલતમાં પ્રથમ સ્થાનિક હોસ્પિટલ બાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા 5 દિવસ સુધી સારવાર ચાલ્યા બાદ આજે તેઓનું સારવાર  દરમિયાન મોત થયું હતું  ઘટનાની જાણ થતા હળવદ પોલીસ દ્વારા આપઘાત મોત અંગેનો નોધ કરવા તજવીજ હાથ ધરી હતી. હળવદ શહેરના પ્રતિષ્ઠીત વેપારી દ્વારા અચાનક ગોળી મારવાની ઘટનાથી એક તરફ સમગ્ર લોહાણા સમાજ માટે આઘાત જનક બની હતી તો બીજી તરફ સમગ્ર શહેરમાં પણ ટોક ઓફ ધી ટાઉન બની છે જોકે વેપારી કિશોરભાઈના આપઘાતનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW