હળવદ તાલુકાના ટીકર (રણ) ગામે જાહેરમાં જુગાર રમતા 9 ઈસમોને હળવદ પોલીસે રોકડ રકમ સહિત કુલ રૂ.51,700ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે ટીકર (રણ) ગામે જાહેરમાં જુગાર રમતા ઈસમો સામે દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં અનિલભાઈ ધીરજભાઈ ચૌહાણ, દિલીપભાઈ હરજીભાઈ ચૌહાણ, અશોકભાઈ સુખાભાઈ ચૌહાણ, કારૂભાઈ શિવાભાઈ ઝીંજવાડિયા, ચંદ્રકાંત ધીરજભાઈ ચૌહાણ, રાજેશભાઈ હીરાભાઈ ચૌહાણ, યોગેશભાઈ અમરતભાઈ ચૌહાણ, રીયાઝ વલીભાઈ હમીરકા (તમામ રહે. ટીકર રણ, તા. હળવદ) તથા અજયભાઈ શૈલેષભાઈ સાંકલપરા (રહે. સુંદરગઢ, તા. હળવદ)ને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 51,700 સહિતનો મુદ્દામાલ કબજે કરી, જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

