HomeGujaratવાંકાનેરના તીથવા ગામે જાહેરમાં જુગાર રમતા 5 ઝડપાયા

વાંકાનેરના તીથવા ગામે જાહેરમાં જુગાર રમતા 5 ઝડપાયા

વાંકાનેર તાલુકાના તીથવા ગામે કુબા વિસ્તારમાં શંકર ભગવાનના મંદિર પાસે વડના ઝાડ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમોને તાલુકા પોલીસે ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે તીથવા ગામે કુબા વિસ્તારમાં જાહેરમાં કેટલાક ઈસમો જુગાર રમતા હોવાની માહિતી મળી હતી. પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરતાં પાંચ ઈસમો જુગાર રમતા મળી આવ્યા હતા.

પોલીસે મુનાભાઈ ખેરાભાઈ દંતેશરીયા, પરસોત્તમભાઈ સામતભાઈ વિરસોડિયા, શંભુભાઈ રામજીભાઈ વિરસોડિયા, રોહિતભાઈ દીપકભાઈ વજેવાડીયા અને વિજયભાઈ કેશુભાઈ વિરસોડિયા તમામ રહે. તીથવા ગામ, તા. વાંકાનેરવાળાને ઝડપી પાડ્યા હતા.

આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 18,300 સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે પાંચેય વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW