HomeGujaratમાળિયાના ચીખલીમાં રહેણાંક મકાનમાં ગેર કાયદે હથિયાર બનાવતો શખ્સ ઝડપાયો

માળિયાના ચીખલીમાં રહેણાંક મકાનમાં ગેર કાયદે હથિયાર બનાવતો શખ્સ ઝડપાયો

મોરબી જીલ્લામાં ગેર કાયદે હથિયાર રાખવા તેનું વેચાણ કરવાની પ્રવૃત્તિઓ તો ધમધમતી હોય છે અને પોલીસે એકશન પણ લેતી હોય છે જોકે મોરબી જિલ્લા પોલીસને પ્રથમ વખત જિલ્લામાંથી ગેર કાયદે હથિયાર બનાવતો શખ્સ હાથે લાગ્યો છે આરોપી એ ચીખલી ગામના રહેણાંક મકાનમાં જ પોતાનું હથિયાર બનાવાનું કારખાનું ઊભું કરી દીધું હતું અને ત્યાંથી હથિયાર બનાવી ગેર કાયદે વેચાણ કરતો હતો આરોપીની પૂછ પૂછપરછ કરતા તેણે યુ ટ્યુબ પર વિડીયો જોઈને હથિયાર બનાવતા શીખ્યો હોવાની કબૂલાત આપી હતી. વધુ પૂછપરછમાં ચરાડવા શખ્સ નું પણ નામ ખુલતા આ બનાવમાં માળિયા મીયાણા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટની અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 

મળતી માહિતી મુજબ મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે માળિયા મીયાણા તાલુકાના ચીખલી ગામના મફતિયાપરા માં આવેલા રહેણાંક મકાનમાં સલીમ નામનો શખ્સ ગેર કાયદે હથિયાર બનાવી ગેર કાયદે વેચાણ કરતો હોય આ બાતમી આધારે એલસીબી એ વોચ ગોઠવી હતી દરમ્યાન આરોપી ઘરમાં હોવાનું નક્કી થતા તુરત ઘરમાં ત્રાટક્યા હતા અને આરોપી સલીમ કાદર માલાણીને દબોચી લીધો હતો અને તેની ધરપકડ કરીહતી તેની પૂછપરછ માં ચરાડવાના સિદીક ઉમેદ અલી કાજેડિયા નું નામ ખુલતા બન્ને વિરુદ્ધ આમ્ર્સ એક્ટની અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW