HomeGujaratમોરબીમાં ચૂંટણીના વિસ્તારમાં ચારથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ જિલ્લા મેજિસ્ટ્રેટનુ...

મોરબીમાં ચૂંટણીના વિસ્તારમાં ચારથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ જિલ્લા મેજિસ્ટ્રેટનુ જાહેરનામું


રાજ્ય  ચૂંટણી આયોગ દ્વારા  મોરબી જિલ્લામાં જે ગ્રામ પંચાયતોમાં
સામાન્ય-વિભાજન-મધ્યસત્ર-પેટા ચૂંટણી-૨૦૨૫ યોજાનાર છે તે હેઠળના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. આ ચૂંટણી દરમિયાન ચૂંટણી હેઠળના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા મતદારો પોતાનો મત મુક્ત અને નિર્ભય રીતે આપી શકે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિમય વાતાવરણમાં યોજાય તથા વિક્ષેપો ઉભા થાય નહી અને ચૂંટણીના સરળ સંચાલન માટે જાહેર સુલેહ અને શાંતિનો ભંગ થતો અટકાવવા અંગે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.

જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાની જે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે તે ગ્રામ પંચાયતના વિસ્તારમાં તા. ૨૭/૦૬/૨૦૨૫ સુધી અધિકૃત અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રિત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવુ નહી. આ નિયમો ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યકિતનેકોઈ લગ્નના વરઘોડાનેસરકારી ફરજ પરના અધિકારી/કર્મચારી તથા કોઈ સ્મશાન યાત્રાના અપવાદોને લાગુ પડશે નહી.

આ જાહેરનામું મોરબી જિલ્લાની જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે તે ગ્રામ પંચાયતના વિસ્તારમાં ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. તેમજ મોરબી જિલ્લાની જે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે તે ગ્રામ પંચાયતોના વિસ્તારને લાગુ પડશે. આ આદેશનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW