HomeGujaratવાંકાનેરના ગુંદાખડા ગામે દારૂનો મોટો જથ્થો ઝડપાયો, રૂ. 29.47 લાખનો મુદ્દામાલ જપ્ત

વાંકાનેરના ગુંદાખડા ગામે દારૂનો મોટો જથ્થો ઝડપાયો, રૂ. 29.47 લાખનો મુદ્દામાલ જપ્ત

વાંકાનેર તાલુકા પોલીસે ગુંદાખડા ગામની સીમમાં દરોડો પાડી ઇંગ્લિશ દારૂ અને બિયરના મોટા જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા. પોલીસે સ્થળ પરથી વિવિધ બ્રાન્ડની દારૂ અને બિયરની કુલ 531 પેટીઓ, જેમાં 14,796 બોટલોનો સમાવેશ થાય છે, તે સહિત રૂ. 29.47 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકા પોલીસને ખાનગી બાતમી મળી હતી કે, ગુંદાખડા ગામની સીમમાં આવેલી એક વાડીના રહેણાંક મકાનમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો છે અને તેને અન્યત્ર ખસેડવાની તૈયારી ચાલી રહી છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસ કાર્યવાહી દરમિયાન નાથાભાઈ હરજીભાઈ વાજા અને અશ્વીનભાઈ નાથાભાઈ વાજા, બંને રહેવાસી ગુંદાખડા ગામની વાડી વિસ્તારમાંથી હાજર મળી આવ્યા હતા. તપાસ દરમિયાન રહેણાંક મકાનમાંથી અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂ અને બિયરની 531 પેટીઓ મળી આવી હતી.

પોલીસે સમગ્ર જથ્થો કબજે કરી બંને આરોપીઓની અટકાયત કરી છે. ઉપરાંત, પ્રાથમિક તપાસમાં રાજસ્થાનના રહેવાસી ટકો નામના શખ્સ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના થાનના રહેવાસી જિતેશભાઈ ભીમાભાઈ રંગપરાની સંડોવણી સામે આવતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો તેમજ અન્ય કોની સંડોવણી છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW