HomeGujaratમોરબીના તળાવીયા શનાળામાં ખેતરમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી

મોરબીના તળાવીયા શનાળામાં ખેતરમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી

મોરબીના તળાવીયા શનાળા ગામમાં વોકળા જવાના માર્ગે આવેલા કેશવજીભાઈ જુઠાભાઇ ચીખલીયા નામના ખેડૂતના ખેતરમાં અજાણ્યા પુરુષ નો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક સ્થળ પર દોડી જઈ મૃતદેહ બહાર કાઢી પોલીસ ને જાણ કરતા મોરબી તાલુકા પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહનો ક્બ્જો મેળવી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો મૃતકની ઓળખ થઈ શકી નથી હાથમાં D S ત્રોફાવેલ હોવાનું અને અંદાજીત 30થી 35 વર્ષના હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસે મૃતકની ઓળખ મેળવી તેના વારસની શોધખોળ કરી છે અને જો કોઈ મૃતકના વાલી વારસ હોય તો મોરબી તાલુકા પોલીસ મથકના એ એસ આઈ ફિરોઝભાઈ સુમરા ૯૯૭૯૦ ૧૯૯૪૪ પર સંપર્ક કરવા જણાવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW