માળિયાના ચાચાવદરડા ગામે આવેલ ખ્રીશા પોલીમર્સ કારખાનાની ઓરડીમાં રહેતા અને મૂળ એમપીના વતની અનીતાબેન કાલુભાઇ મચાર નામની યુવતી ગઇ તા.30/05/2025ના રોજ વહેલી સવારના પોતાના માતા પિતા સાથે ફોનમાં વાત કરી પોતાના કામ પરથી ઘરે પાછુ આવવાની વાત કરતા તેના માતા પિતાએ કામ પરથી ઘરે આવવાની ના પાડતા જે બાબતે લાગી આવતા પોતે પોતાની જાતે ઝેરી દવા પી જતા તેને સારવાર માટે મોરબી સરકારી હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવી હતી. આ બનાવ અંગે માળીયા પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

