મોરબીના નવલખી રોડ પાસે આવેલ કુબેર નગરની વિષ્ણુ નગર સોસાયટીમાં રહેતા જીજ્ઞેશભાઈ હરેશભાઈ મકવાણાએ આરોપી નિલેશ ભીમાણી, રવિ દેવાભાઈ ડાંગર, પ્રકાશ મેપાભાઈ પીથામલ, રવિ રાજેશભાઇ ઝાલરીયા, જીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, મયુરસિંહ બહાદુરસિંહ સરવૈયા, ભગીરથસિંહ જનકસિંહ જાડેજા, પ્રશાંતભાઈ ચીખલીયા અને ઋષિ વિરુદ્ધ મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીના મોટાભાઈ નિલેશભાઈ ઠંડા પીણાં કોલ્ડ્રીંકસની સેલ્સ એજન્સીનો ધંધો કરતા હતા. તેને ધંધામાં પૈસાની જરૂર પડતા અલગ-અલગ આરોપીઓ પાસેથી અલગ-અલગ સમયે વ્યાજે પૈસા લીધેલા હતા. જે વ્યાજ સહિતના પૈસા આરોપીઓને ચૂકવી આપેલ હોય તેમ છતાં આરોપીઓ ફરિયાદીના ભાઈને હેરાન પરેશાન કરી મરવા મજબૂર કરતા નિલેશભાઈએ કંટાળી અંતે પોતાની ઓફિસમાં જંતુનાશક દવા પી આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે મૃતકના નાના ભાઈએ તમામ આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ આધારે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

