મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાવડી રોડ પર આવેલ ક્રિષ્ના પાર્ક નજીક દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા રજાકભાઈ ગુલામભાઈ ચાનીયા, સોનલબેન કાંતીલાલ સોમૈયા, સમાબેન સફીભાઇ જીંદાણી, ઇકબાલભાઇ ગફારભાઇ હડફા, રાજેશભાઇ સરજુદાસ નિમ્બાર્ક, મીનાબેન કાનજીભાઇ ખટાણા, શબાનાબેન ઇકબાલભાઇ હડફા, જયેશભાઇ જેન્તીલાલ બસીયા, કલ્પનાબેન અંબારામભાઇ ગોપાણી અને પારૂબેન લલીતભાઇ સોલંકી નામના શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 28,100નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

