HomeGujaratહળવદના ખોડ ગામમાં પોતાના ઘરેથી પાણી ભરવાની ના પાડતા યુવાન પર ગામના...

હળવદના ખોડ ગામમાં પોતાના ઘરેથી પાણી ભરવાની ના પાડતા યુવાન પર ગામના ચાર શખ્સોએ કર્યો હુમલો

હળવદના ખોડ ગામે રહેતા રાજેશભાઇ કરશનભાઇ મારૂએ આરોપી ભુરાભાઇ માંડણભાઇ રબારી, ભરતભાઇ માંડણભાઇ રબારી, સગરામભાઇ માંડણભાઇ રબારી અને ધારાભાઇ માંડણભાઇ રબારી રહે.બધા-ખોડ ગામ તા.હળવદવાળા વિરુદ્ધ ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, રાજેશભાઇના ભાઇ ભરતભાઇએ પોતાના ઘરે આરોપી ધારાભાઇના પત્નીને પાણી ભરવાની ના પાડેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓએ લાકડીઓ લઈ રાજેશભાઇ ના ઘર પાસે આવી પાણી ભરવા બાબતે રાજેશભાઇને ભુંડીગાળો આપી તથા પરિવારના સભ્યો સમજાવવા જતા આરોપીએ લાકડી વડે રાજેશભાઇને માથાના ભાગે મારી ઇજા કરી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ફરિયાદીની ફરિયાદ આધારે પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW