HomeNationalપાકિસ્તાને 15 ભારતીય લશ્કરી ઠેકાણાં પર હુમલો કર્યો હતો, આને નિષ્ફળ બનાવ્યા...

પાકિસ્તાને 15 ભારતીય લશ્કરી ઠેકાણાં પર હુમલો કર્યો હતો, આને નિષ્ફળ બનાવ્યા પછી પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો :કર્નલ સોફિયા

ભારત: શુક્રવારે સાંજે 5.30 વાગ્યે પાકિસ્તાન સાથેના તણાવ પર વિદેશ મંત્રાલયે સતત ત્રીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આમાં વિદેશ સચિવ વિક્રમ મિસરી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ હાજર હતા. અગાઉ પણ 7 અને 8 મેના રોજ સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપવામાં આવી હતી.

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સનો આ સતત ત્રીજો દિવસ હશે. અગાઉ પણ 7 અને 8 મેના રોજ સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપવામાં આવી હતી. ગુરુવારે રાત્રે ભારતે પાકિસ્તાનના તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. બધી મિસાઇલો અને ડ્રોનને એર ડિફેન્સ સિસ્ટમ S-400 દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. કોઈ જાનહાનિના અહેવાલ નથી. તે જ સમયે, સમાચાર એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે S-400એ પઠાણકોટમાં એક પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડ્યું હતું. જોકે, આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ ન હતી.

7 મેના રોજ પહેલી વાર ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપવામાં આવી હતી. 6 મેની રાત્રે 1:04 વાગ્યાથી 1:28 વાગ્યાની વચ્ચે 24 મિનિટમાં 9 ટાર્ગેટનો નાશ કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે.વિદેશ મંત્રાલયે ગુરુવારે સાંજે 5.30 વાગ્યે સતત બીજા દિવસે પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી. બુધવારની જેમ વિદેશ સચિવ વિક્રમ મિસરી સાથે કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ પણ હતાં. કર્નલ સોફિયાએ કહ્યું હતું કે પાકિસ્તાને 15 ભારતીય લશ્કરી ઠેકાણાં પર હુમલો કર્યો હતો. આને નિષ્ફળ બનાવ્યા પછી પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવામાં આવ્યો. ભારતે લાહોરમાં એર ડિફેન્સ સિસ્ટમનો નાશ કર્યો.

વિક્રમ મિસરીએ કહ્યું હતું કે ભારત તણાવ વધારવા માટે કંઈ કર્યું નથી. અમારું એકમાત્ર લક્ષ્ય 22 એપ્રિલના હુમલાનો જવાબ આપવાનું છે. અમારો જવાબ ફક્ત આતંકવાદી ઠેકાણાંને નિશાન બનાવવાનો હતો.રક્ષામંત્રી રાજનાથ સિંહની CDS અને ત્રણેય પાંખના વડા સાથે હાઇ લેવલ મિટિંગ કરી હતી. ત્યાર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ CISF અને BSFના વડા સાથે મિટિંગ કરી હતી આ મિટિંગમાં IB ચીફ સદાનંદ દાતે પણ હાજર રહ્યા. અમિત શાહની હાઇ લેવલ મિટિંગમાં NSA અજિત ડોભાલ પણ પહોંચ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW