પહેલગામના આતંકી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે તણાવ ભર્યા માહોલ વચ્ચે ભારત દ્વારા ઓપરેશન સિંદુર સફળતા પૂર્વક પાર પડી અનેક આતંકી ઠેકાણાને નાશ કર્યા હતા આ ઘટના બાદ અગાઉ વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસકોન્ફરન્સ કરી જાહેર કર્યા બાદ પાકિસ્તાને ભારતમાં ડ્રોન હુમલાનો પ્રયાસ કરતા ભારતે તેનો આજે વળતો જવાબ આપ્યા બાદ આજે ગુરુવારે સાંજે 5.30 વાગ્યે વિદેશ મંત્રાલયે સતત બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. બુધવારની જેમ, વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી સાથે કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ પણ હતા.
કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે 7 મેની રાત્રે પાકિસ્તાને ભારતમાં ડ્રોન અને મિસાઇલોથી અનેક સ્થળોએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતે આ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા.
ઘણી જગ્યાએ તેનો કાટમાળ મળી આવ્યો હતો. આજે સવારે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં અનેક સ્થળો અને હવાઈ સંરક્ષણને નિશાન બનાવ્યું હતું. લાહોરમાં હવાઈ સંરક્ષણ પ્રણાલી બિનઅસરકારક બની ગઈ હતી. પાકિસ્તાને નિયંત્રણ રેખા પર કોઈપણ ઉશ્કેરણી વિના ગોળીબારની તીવ્રતા વધારી દીધી છે. કુપવાડા, બારામુલ્લા, મેંધાર અને પૂંછમાં ભારે ગોળીબાર ચાલી રહ્યો છે.
વિક્રમ મિસ્ત્રી એ કહ્યું કે ભારત તણાવ વધારવા માટે કંઈ કરી રહ્યું નથી. અમારું એકમાત્ર લક્ષ્ય 22 એપ્રિલના હુમલાનો જવાબ આપવાનું છે. અમારો જવાબ ફક્ત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવાનો હતો. સૈન્ય અમારું લક્ષ્ય નહોતું.
વિદેશ સચિવ મિસ્ત્રી એ આતંકવાદીઓના અંતિમ સંસ્કારના ફોટા બતાવ્યા. તેમણે કહ્યું, ‘જો નાગરિક માર્યો ગયો હોય, તો હાફિઝ રૌફ સાથે અધિકારીઓના ફોટા કેમ આવ્યા, આતંકવાદીઓ પાકિસ્તાની ધ્વજમાં લપેટાયેલા હતા.’
સરકાર દ્વારા બે દિવસમાં આ બીજી પ્રેસ કોન્ફરન્સ છે. ઓપરેશન સિંદૂર વિશે માહિતી 7 મેના રોજ આપવામાં આવી હતી. અગાઉના દિવસે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સનો આ સતત બીજો દિવસ હશે. 7 મેના રોજ વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી , કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ભારતના લશ્કરી ઓપરેશન વિશે માહિતી આપી હતી.
મંગળવારે બપોરે 1:04 વાગ્યાથી 1:28 વાગ્યા સુધી 24 મિનિટમાં 9 ટાર્ગેટનો નાશ કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. દેશના ઇતિહાસમાં પહેલીવાર આર્મી કર્નલ સોફિયા કુરેશી અને વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે પ્રેસ કોન્ફરન્સમાં ઓપરેશન વિશે માહિતી આપી હતી. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી પણ હાજર હતા.

