HomeGujaratમોરબી જિલ્લા માહિતી કચેરીના કર્મચારી ભરતભાઈ ફુલતરીયા વય નિવૃત્ત થતા વિદાય અપાઈ

મોરબી જિલ્લા માહિતી કચેરીના કર્મચારી ભરતભાઈ ફુલતરીયા વય નિવૃત્ત થતા વિદાય અપાઈ

સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળની  મોરબી જિલ્લા માહિતી કચેરી ખાતે ઓપરેટર તરીકે કાર્યરત ભરતભાઈ ફુલતરીયા વય નિવૃત્ત થતા સંયુક્ત માહિતી નિયામક મિતેષકુમાર મોડાસીયા, સહાયક માહિતી નિયામક સોનલબેન જોષીપુરા અને પારુલબેન આડેસરા તથા સૌરાષ્ટ્ર ઝોનના માહિતી વિભાગના તમામ કર્મચારીઓએ  વિદાય આપી નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી.
૩૪ વર્ષથી પણ વધુનો સમય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગને સમર્પિત કરી વય નિવૃત્ત થઈ રહેલા શ્રી ભરતભાઈને તેમનું નિવૃત્તિ જીવન શુભ કાર્યમાં પ્રવૃત્તિ રહે તેમજ આગળનું જીવન તેઓ તંદુરસ્ત રીતે પસાર કરે તે માટે મોરબી સહાયક માહિતી નિયામકશ્રી પારુલબેન આડેસરાએ શુભકામનાઓ પાઠવી હતી. ઉપરાંત તેમના કાર્યકાળ દરમિયાન તેમણે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી તેમની સિદ્ધિઓ સંબંધો કોને તેમજ દેરગંભીર અને સાલસ સ્વભાવ માટે તેમની સરાહના કરી હતી.વર્ષ ૨૦૧૪ માં મોરબી એક નવા જિલ્લા તરીકે પ્રસ્થાપિત થતાં નવી પ્રસ્થાપિત થતી જિલ્લા માહિતી કચેરી સાથે જ તેમની જૂનાગઢથી મોરબીમાં ૦૧/૦૩/૨૦૧૪ માં બદલી કરવામાં આવી હતી  અને આજ દિન સુધી તેમણે અહીં ખૂબ જ ખંત અને લગનથી તેમની કામગીરી પૂર્ણ કરી. આ સમયગાળા દરમિયાન તેમણે રાષ્ટ્રપતિ વડાપ્રધાન, મુખ્યમંત્રી મંત્રીઓના  મહત્વના કવરેજ તેમજ કુદરતી કે માનવ સર્જિત આપત્તિઓ વખતે પણ ખૂબ અહેમ ભૂમિકા ભજવી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW