HomeGujaratનવરાત્રીના પ્રથમ નોરતે મોરબીમાં 133 દીકરીઓનું કન્યા પૂજન, સામાજિક સમરસતાની અનોખી પહેલ

નવરાત્રીના પ્રથમ નોરતે મોરબીમાં 133 દીકરીઓનું કન્યા પૂજન, સામાજિક સમરસતાની અનોખી પહેલ

ડો.હેડગેવાર સ્મારક સમિતિ તથા સામાજિક સમરસતા મંચ મોરબી દ્વારા અનોખી પહેલ: નવરાત્રી ના પ્રથમ નોરતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના 35 સ્વયંસેવકોના પરિવાર દ્વારા અનુસૂચિત જાતિ હિન્દુ સમાજના પરિવારોની 133 દીકરીઓનું સ્વાગત કરી શાસ્ત્રોક્ત કન્યા પૂજન, લ્હાણી વિતરણ અને સ્નેહભોજન કરાવવામાં આવ્યું

ડો.હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટ અનેસામાજિક સમરસતા મંચ મોરબી ના સંયુક્ત ઉપક્રમે સામાજિક સમરસતાના સંદેશને ચરિતાર્થ કરતું એક પ્રેરણાદાયી કાર્ય નવરાત્રિ પર્વ નિમિત્તે અનુસૂચિત જાતિ હિન્દુ સમાજના પરિવાર ની 133 દીકરીઓનું રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ મોરબી ના 35 સ્વયંસેવક ના ઘરે વડીલો દ્વારા દીકરીઓ નું સ્વાગત કરવામાં આવ્યું તથા શાસ્ત્રોક્ત પૂજન, લ્હાણી વિતરણ અને સ્નેહભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમાજમાં એકતા, સમાનતા અને બંધુત્વની ભાવના વધુ સુદ્રઢ બને તેવા શુભ આશયથી આયોજિત આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ મોરબી ના સ્વયંસેવકોના પરિવારજનોએ દીકરીઓનું માતૃશક્તિ સ્વરૂપે ભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યું હતું. દીકરીઓને ભક્તિભાવપૂર્વક લ્હાણી અને ભેટ અર્પણ કરી અને દીકરીઓ ને ભોજન કરાવ્યું હતું. “સમાજના તમામ વર્ગો વચ્ચે સમરસતા સ્થપાય અને આત્મીય સંબંધો ગાઢ બને તે હેતુથી આ વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું. પરિવારના સભ્યોની જેમ જ દીકરીઓનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું, જેનાથી સૌ પરિવારોમાં અનોખો આનંદ અને આધ્યાત્મિક સંતોષ અનુભવાયો હતો.”

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો.હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટ ની મોરબી શાખા તથા સામાજિક સમરસતા મંચ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ તેમજ તેમના પરિવારોએ ઉત્સાહપૂર્વક જહેમત ઉઠાવી હતી. આ પહેલથી સમગ્ર મોરબી પંથકમાં સામાજિક એકતા અને સૌહાર્દનો પ્રેરણાદાયી સંદેશ પહોંચ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW