HomeNationalInter Nationalપહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેન્યની કડક કાર્યવાહી  6 આતંકીના ઘર તોડી...

પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેન્યની કડક કાર્યવાહી  6 આતંકીના ઘર તોડી પડાયા

જમ્મુ કાશ્મીરના પહેલગામમાંઆતંકી હુમલાની ઘટના બાદથી એક તરફ ભારત પાકિસ્તાનના સબંધોમાં તણાવ વધ્યો છે તો બીજી તરફ દેશમાં પણ ગદ્દારો સામે આર્મી દ્વારા કડક એક્શન લેવામાં અવી રહ્યા છે ગઈ કાલે ભારતીય સેના દ્વારા એક આતંકીના ઘરને આઈ ડી બોમ્બથી ઉડાવી દીધા બાદ વધુ કડક કાર્યવાહી કરી હતી અને ભારતીય આર્મી દ્વારા વોન્ટેડ જાહેર કરેલા લશ્કરના આસિફ શેખ, આદિલ થોકર, હરિસ અહેમદ, જૈશના અહેસાન ઉલ હક, ઝાકિર અહેમદ ગનાઈ અને શાહિદ અહેમદ કુટેન ના ઘરને તોડી પાડવામાં આવી રહ્યા છે.જૈશનો અહસાન 2018માં પાકિસ્તાનથી તાલીમ લઈને પાછો ફર્યો હતો. પહેલગામ હુમલામાં આસિફ અને આદિલના નામ સામે આવ્યા હતા. સેનાએ ત્રાલ, અનંતનાગ, પુલવામા, કુલગામ અને શોપિયામાં સર્ચ ઓપરેશન દરમિયાન આ કાર્યવાહી કરી હતી

શુક્રવારે રાત્રે જમ્મુ અને કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબા (LeT) કમાન્ડર સહિત પાંચ આતંકવાદીઓના ઘરોનો નાશ કરવામાં આવ્યો છે. જયારે શુક્રવારે સવારે પણ એક સર્ચ ઓપરેશન દરમિયાન એલ આતંકીના ઘરને તોડી પાડવામાં આવ્યું હતું અધિકારીઓના જણાવ્યા અનુસાર, શોપિયાં, કુલગામ અને પુલવામા જિલ્લામાં તાજેતરની કાર્યવાહી કરવામાં આવી હતી કારણ કે સુરક્ષા દળોએ એલઈટીના ઓપરેટિવ્સ અને ઘાતક હુમલા સાથે સંકળાયેલા શંકાસ્પદો પર કડક કાર્યવાહી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW