HomeGujaratમોરબીની ડો.આંબેડકર સરકારી કુમાર છાત્રાલય ખાતે સામાજિક સમરસતા શિબિર યોજાઇ.

મોરબીની ડો.આંબેડકર સરકારી કુમાર છાત્રાલય ખાતે સામાજિક સમરસતા શિબિર યોજાઇ.

મોરબીની ડો.આંબેડકર સરકારી કુમાર છાત્રાલય ખાતે ગત તા. 27ના રોજ જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની સામાજિક સમરસતા શિબિર યોજાઈ હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત મોરબીના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કમળાબેન ચાવડા, તાલુકા પંચાયત મોરબીના પ્રમુખ અશોકભાઈ દેસાઈ, સુખાભાઈ ડાંગર, વિવિધ સમાજના સામાજિક આગેવાનો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સમાજ સમાજ વચ્ચેના ઊંચ નીચના ભેદભાવો ભૂલી એક થવા, એકતા અને સંપ જાળવવા, દરેક સમાજ વચ્ચે ભાઈચારો જળવાઈ રહે તથા દેશનો દરેક વ્યક્તિ સન્માન અને ગૌરવપૂર્વક જીવન જીવી શકે તે માટે ખરા અર્થમાં સામાજિક સમરસતા સ્થાપિત કરવા જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં સરકારના વિવિધ વિભાગની કચેરીઓના અધિકારી દ્વારા તેઓની કચેરી દ્વારા અમલીત વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી રજુ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, મોરબી દ્વારા કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW