HomeGujaratરામાનંદી સાધુ સેવા સમિતિ જુના પુસ્તકો એકઠા કરી જરૂરિયાતમંદ છાત્રોને આપશે

રામાનંદી સાધુ સેવા સમિતિ જુના પુસ્તકો એકઠા કરી જરૂરિયાતમંદ છાત્રોને આપશે

મોરબી રામાનંદી સાધુ સેવા સમિતિની પ્રેરણાદાયી પહેલ પાઠ્યપુસ્તકો પસ્તી બને એ પહેલા જ જરૂરીયાત મંદ બાળકોને ઉપયોગી બને તેવુ ઉમદા આહવાન કરાયું, શૈક્ષણિક ક્ષેત્રમાં બાળકો ભણીગણીને આગળ વધે તેવા હેતુથી પુસ્તકો પસ્તી ન બને અને બાળકોનું ભવિષ્ય બને તેવો સમાજને રાહ ચિંધ્તો સંદેશ આપ્યો છે. વિદ્યાનું દાન કરો

રામાનંદી સાધુ સેવા સમિતિ મોરબી જિલ્લા મોરબી દ્વારા એક નાનકડા પ્રયાસ સાથે તાજેતરમાં જ SSC, HSC બોર્ડની પરીક્ષાઓ પુરી થયેલી છે. નજીકના સમયમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પરિક્ષાઓ લેવામાં આવશે. થોડાક માસમાં નવા શૈક્ષણિક સત્ર ની શરૂઆત થશે. આપનાં બાળકોએ જે અભ્યાસ ક્રમ પુર્ણ કરેલ છે, તેના પાઠ્યપુસ્તકો, પુસ્તકો ને પસ્તીમાં વહેંચવામાં કિલોના ભાવે નજીવી કિંમત આવશે.

સમાજના બાળકોના પરિવારો નવા સત્રના પુસ્તકો ખરીદવા જસે તો તેની મોટી કિંમતો થી ખરિદવા પડે છે. ઘણા પરિવારોની આર્થિક સ્થિતિને કારણે બજેટ ખોરવાય જતુ હોય છે. દરેક ધોરણોના પુસ્તકોના સેટ પસ્તીમાં ન આપી વિદ્યા દાન કરી સમાજના બાળકોનું એજ્યુકેશન ઉજ્જવળ બનાવીએ આપ ક્યા ધોરણના પાઠ્યપુસ્તકોનું વિદ્યાદાન કરવા ઈચ્છો છો તે વિગત નામ મોબાઈલ નંબર સાથે નીચે જણાવેલ નંબરો ઉપર સંપર્ક કરવા વિનંતી છે. જેથી અમો પુસ્તકો મેળવવા વ્યવસ્થા ગોઠવી શકીએ. જે પાઠ્યપુસ્તકો પોતાના બાળકોના અભ્યાસ માટે લેવા ઈચ્છતા હોય તેઓએ વિના સંકોચે ક્યા ધોરણ ના પાઠ્યપુસ્તક જરૂરિયાત છે, નામ મોબાઈલ નંબર સાથે નિચે આપેલ સંપર્ક નંબર પર સંપર્ક કરવા વિનંતી છે. ક્યા ધોરણના પુસ્તકોની જરૂર છે તે અવશ્ય જણાવવા વિનંતી છે. જે જે ધોરણોના પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ થયેલા હશે એ પાઠ્યપુસ્તકો આપવામાં આવશે.

જેની દરેક પરિવારો એ નોંધ લેવા વિનંતી છે
મોબાઈલ નંબરો
1) મનિષભાઈ દેવમુરારી 9778615594
2) ભક્તિરામ ભાઈ નિમાવત 9979999098
3) ભરત ભાઈ કુબાવત મહંત
નારીચાણીયા હનુમાનજી મંદિર
9265202959
4) મુકેશભાઈ (બાબાભાઈ)નિમાવત
8780635339
5) દિપકભાઈ કુબાવત રામાનંદ ટ્રાવેલ્સ
9427236797
6) ચંદ્રકાંત રામાનુજ 7016097002
7) ભરતભાઈ નિમાવત  9913944683

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW