HomeGujaratરાણા સાંગા વિશે તથ્ય વિહોણા અપમાનજનક નિવેદન મુદ્દે હિન્દુ સંગઠનોએ આપ્યું કલેકટરને...

રાણા સાંગા વિશે તથ્ય વિહોણા અપમાનજનક નિવેદન મુદ્દે હિન્દુ સંગઠનોએ આપ્યું કલેકટરને આવેદન,સંસદસભ્ય રદ કરવા માંગ

સમાજવાદી પક્ષમાંથી આવતા રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમન દ્વારા રાણા સાંગા બાબતે આપેલા નિવેદન મુદે વિરોધ થયો છે તેઓએ દાવો કર્યો હતો કે ઈબ્રાહીમ લોદી સામે લડવા રાણા સાંગાએ બાબરને નિમંત્રણ આપ્યું હતું જોકે બાદમાં તેઓએ રાણા સાંગા ને ગદ્દાર શબ્દ કહેતા ભારે વિવાદ થયો હતો શરૂમાં સંસદમાં વિવાદ થયા બાદ રોડ પર ઉતરી આવ્યો છે યુપીમાં તેના નિવાસ સ્થાન બહાર તોડફોડની ઘટના બની છે ત્યારે કરણી સેના વીએચપી અને બજરંગ દળ સહિતના કાર્યકરો દ્વારા તેમના નિવેદનને અપમાન જનક અને સત્યથી વિપરીત ગણાવ્યું હતું અને આવા નિવેદન માટે માફી માગવાની તેમજ તેનું રાજ્ય સભાનું સભ્ય પદ રદ કરવાની માંગણી કરી હતી આ મુદે મોરબીમાં પણ વિવિધ હિન્દુ સંગઠને કલેકટરને આવેદન આપી વિરોધ રજુ કર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW