મોરબી કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા અબોલ પશુ-પક્ષીઓ માટે પાણી પીવા માટે વિવિધ પ્રકારના પાત્રોનું વિનામૂલ્યે વિતરણ
આવતી કાલથી શરુ કરવામાં આવશે.
કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા અબોલ પશુ-પક્ષીઓની પાણીની વ્યવસ્થા કરી આપવાના સેવા ભાવથી વિવિધ પ્રકારના પાત્રો જેમકે, પક્ષીઓ માટે માટીના કુંડા, નાના પશુ માટે નાની સિમેન્ટની કુંડી (8 લીટર અને 15 લીટર) અને મોટા પશુઓ માટે મોટી સિમેન્ટની કુંડી (200 લીટર)નું વિનામૂલ્યે વિતરણ આવતીકાલના રોજથી ચાલુ કરવામાં આવશે. ઉપર આપેલ કોઈ પણ પાણી ભરવાનું પાત્ર કર્તવ્ય જીવદયા કેન્દ્ર માધવ ગૌશાળા પેહલા, રવાપર ઘુનડા રોડ, મોરબી આ મુજબ એડ્રેસથી વિનામૂલ્યે મળી શકશે. જેનો સમય સવારે 10 થી 1 અને સાંજે 4 થી 8 મુજબનો રહેશે. આ મેસેજ મોરબી ના દરેક જીવદયા પ્રેમી સુધી મોકલવા સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી છે.

