HomeGujaratવઘાસીયા ટોલનાકા પાસેથી 400 લીટર દેશી દારૂ સાથે બે શખ્સને ઝડપી પાડ્યાં

વઘાસીયા ટોલનાકા પાસેથી 400 લીટર દેશી દારૂ સાથે બે શખ્સને ઝડપી પાડ્યાં

મોરબી જિલ્લાના ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એ.જાડેજાની સૂચના મુજબ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસને મળેલી બાતમીના આધારે વઘાસીયા ટોલનાકા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. જ્યાં પોલીસે ગાડી નંબર GJ-3-JC-6751માંથી 400 લીટર દેશી દારૂ (કિંમત રૂ.- 80,000), ચાર મોબાઈલ ફોન અને ગાડી મળી કુલ 3.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં સાયલા તાલુકાના સમાત્પરના દશરથભાઈ રમેશભાઈ કણઝરીયા અને થાનગઢ તાલુકાના નળખંભાના શામજી ઉર્ફે વિજય સુખાભાઇ સારલાની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં મેરામણ ઉર્ફે રાહુલ કણઝરીયા (સમાત્પર) અને મોરબીના શનાળાના સનીનું નામ ખૂલ્યું છે. પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW