મોરબી શનાળા રોડ ઉમીયા સર્કલ પાસે ભેખડની વાડીમાં રહેતા મનસુખભાઇ કાનજીભાઇ પરમારે મોરબી તાલુકા પોલીસ મથકમાં RJ-01-GB-8919 નંબરના ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદિના મોટા ભાઈ દેવજીભાઈ અને દેવજીભાઈનો દિકરો પ્રકાશ આ બન્ને તેમનું GJ-36-D-8186 નંબરનું સ્પ્લેન્ડર પ્લસ બાઈક લઈ મોરબી રણછોડનગર અમૃત પાર્ક સોસાયટી થી ઘુટું રોડ રામનગરી સોસાયટી ખાતે જતા હતા. તે દરમિયાન મોરબી જુના ઘુંટુ રોડ સિમ્પોલો સિરામીક નજીક પહોંચતા RJ-01-GB-8919 નંબરના ટ્રક ચાલકે પોતાના હવાવાવાળુ ટ્રક ટેઈલર પુરઝડપે અને બેદકારીપૂર્વક ચલાવી ફરીયાદીના ભાઈના મોટરસાયકલ સાથે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ફરીયાદિના દિકરાને જમણા પગના ઘુંટણે ઇજા કરી અને ફરીયાદિના મોટાભાઈ દેવજીભાઈ જોટા નીચે આવી જતા ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈની ફરિયાદ આધારે પોલીસે તે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

