મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા લીલાપર ખાતે આવેલ આવાસ યોજનાનું સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ વેળાએ એક ઘર સિલ કરવામાં આવ્યું હતું. સાથે સર્વે કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.
મોરબી મનપા વિસ્તારમાં આવેલા આવાસમાં લાંબા સમયથી ગરીબને ફાળવેલા આવાસ ખાલી પડ્યા હોવાની અથવા અન્ય લોકોને પધરાવી દેવામાં આવ્યા હોવાની ફરિયાદ વચ્ચે થોડા દિવસ પહેલા સિમેન્ટ ની જામી ગયેલી થેલીઓ મળી આવવાની ઘટના સામે આવી હતી. જે બાદ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરે દ્વારા એક તપાસ કમિટી બનાવવામાં આવી હતી અને જે કમિટીના અધ્યક્ષ ડેપ્યુટી કમિશ્નર સંજય સોની. અને તેની ટીમ દ્વારા આજે લીલાપર ખાતે આવેલ આવાસ યોજનાની વિઝિટ કરવામાં આવી હતી. વિઝિટ દરમિયાન તેઓએ તપાસ કરવામાં આવી હતી અને આ તપાસ કરવામાં આવી હતી. તપાસ કરતા 400 જેટલા આવાસ આવેલા છે. જેમાંથી કેટલાક આવાસો ભાડે આપવામાં આવ્યા હોય તેમજ કેટલાક આવાસ ખાલી પડેલા હોય તે સહિતની તપાસ કરવા માટે કમિશ્નર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. આ તપાસ દરમ્યાન સર્વે કરી તેનો રિપોર્ટ કમિશ્નરને સોંપવાનો આદેશ અપાયો છે. જે બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉપરાંત અહીં એક ઘરમાં દુકાન ચાલતી હોવાથી તેને સિલ પણ મારવામાં આવી હતી.
આ દરમ્યાન રસ્તામાં રોડ પર કરવામાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં જેલ ચોક પાસે આવેલી 5 થી 6 લારીઓ દૂર કરવામાં આવી હતી. તેમજ રોડ પર ગાયોને નીણ નાખવામાં આવે છે ત્યાં પણ ટ્રાફિક ન સર્જાય તે માટે નીણ હટાવી અન્ય જગ્યાએ નાખવા કમિશ્નર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

