HomeGujaratટંકારાની લતીપર ચોકડી પાસે શનિવારીમાંથી મોબાઈલ ફોનની ચોરી કરનાર શખ્સ પકડાયો

ટંકારાની લતીપર ચોકડી પાસે શનિવારીમાંથી મોબાઈલ ફોનની ચોરી કરનાર શખ્સ પકડાયો

ટંકારા પોલીસ વાહન ચેકીંગમાં હોય તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી કે, ટંકારામાં મોબાઇલ ફોન ચોરી કરનાર ઇસમ નંબર પ્લેટ વગરનું એકટીવા ચલાવી રાજકોટ થી મોરબી તરફ જતો હોવાની બાતમીના આધારે પોલીસ વોચમાં હોય તે દરમ્યાન એક ઇસમ નંબર પ્લેટ વગરના એકટીવા સાથે મળી આવતા જે એકટીવાની ડેકીમાં તપાસ કરતા મોબાઇલ ફોન મળ્યો હતો.

જે મોબાઇલ ફોનના બીલ આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવતા પોકેટકોપ મોબાઇલ ફોન એપ્લીકેશનમાં મોબાઇલ ફોનના આઇ.એમ.ઇ.આઈ. નંબર સર્ચ કરી જોતા મોબાઇલ ફોન ટંકારા પોલીસ સ્ટેશનમાં ચોરીમાં ગયેલ તે હોવાનું આવતા ઇસમની સઘન વધુ પુછપરછ કરતા ટંકારા લતીપર ચોકડીએ શનીવારી બજારમાં માણસોની ગીરદીનો લાભ લઇ વ્યકિતના ખીસ્સામાંથી મોબાઇલ ફોન ચોરી કરેલાની કબુલાત આપતા ઇસમ અક્વિનભાઇ મગનભાઈ મકવાણા રહે. હાલ ભુતખાના ચોક વિજય પ્લોટ-25 રાજકોટવાળાને realme કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કી.રૂ. 8,500 તથા નંબર પ્લેટ વગરનુ એકટીવા મળી કુલ રૂ.-33,500 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW