HomeGujaratટંકારાના સાવડી ગામ પાસે કાર ચાલકે બાળકને હડફેટે લેતા મોત

ટંકારાના સાવડી ગામ પાસે કાર ચાલકે બાળકને હડફેટે લેતા મોત

ટંકારાના સાવડી ગામની સીમમાં શીવલાલભાઈ ગોસરાની વાડીએ ઓરડીમાં રહેતા અને મૂળ એમપીના વતની ખજાનભાઈ ભિમસિંહ રાઠવાનો પુત્ર શૈલેશ ગઈકાલના રોજ સાવડીથી ઓટાળા ગામની વચ્ચે એસ્સાર પ્રેટ્રોલપંપ પાસેથી પસાર થઇ રહ્યો હોય તે દરમિયાન GJ-03-JL-6392 નંબરનો કાર ચાલક તેની કાર પુરઝડપે અને બેદ્કારીપુર્વક ચલાવી શૈલેશ હડફેટે લઇ અકસ્માત સર્જયો હતો. જેમાં શૈલેશને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતાએ ટંકારા પોલીસ મથકમાં કાર ચાલક નવનીતભાઈ વેલજીભાઈ બોડા વિરુદ્ધ ફરીયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW