HomeGujaratઅમદાવાદમાં ઘરફોડી કરનાર શખ્સને ચોરાઉ બાઈક સાથે એલસીબીએ દબોચી લીધો 

અમદાવાદમાં ઘરફોડી કરનાર શખ્સને ચોરાઉ બાઈક સાથે એલસીબીએ દબોચી લીધો 

મોરબી એલસીબીની ટીમ ઘુટુ ગામ પાસે તપાસમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે બ્લુ અને સફેદ કલરના ચેક્સ વાળો શર્ટ પહેરેલી વ્યક્તિ ચોરઉ બાઈક સાથે ઘુટુ ગામની બાપા સીતારામ ચોકની આસપાસ ફરતો હોય આ બાતમીના આધારે એલસીબીની ટીમે આ બાઇક ચાલકને અટકાવી તેની પૂછપરછ કરતા તેનું નામ પુરણ સિંગ લલ્લુરામ નિશાદ હોવાનું જણાવ્યું હતું. બાઈકના કાગળો માગતા તે બાઈક ચોરાવ હોવાનું કબુલ કર્યું હતું. આ સિવાય તેની આગવી ઢબે પૂછપરછ કરી હતી જેમાં તેણે 2018માં તેના ભાઈ ગોપાલ નિશા સાથે મળી અમદાવાદમાં બંધ ઘર ફોડીને અંજામ આપ્યો હતો અને ત્યાંથી ચાંદીની મૂર્તિ તેમજ રોકડ રકમની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. આ ઉપરાંત વટવા વિસ્તારમાં પણ વાહન ચોરીની ઘટનાને અંજામ આપ્યું હતું. જે બાદ પોલીસે આરોપી પાસેથી ચોરાઉ બાઈક જપ્ત કર્યું હતું. બાદમાં બાઈક માલિક સુધી પહોંચવા આ અંગે અંજાર પોલીસને જાણ કરવામાં આવી હતી.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW