મોરબીમાં રહેતા અને હોમ ડેકોરના ધંધાર્થી જયદીપ ડાભી નામના યુવાને એ ડીવીઝન પોલીસ મથકમાં એક પરણિત યુવતી તેમજ મેહુલ અને દીપક વદર નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે 6 મહિના પહેલા તેના મોબાઈલ પર ફોન આવેલ હતો અને તેને મેહુલ નામ જણાવી પોતાને સુપર માર્કેટ મળવા બોલાવ્યો હતો અને ત્યાં જતા તેને પરણિત યુવતી સાથે મૈત્રી સંબંધ હતા જે તૂટી ગયા બાદ બન્ને વચ્ચે ચાલતા વિવાદમાં સમાધાન થયું છે કે નહી તેવું પૂછ્યું હતું જોકે જયદીપે સમાધાનની વાત ચાલુ છે પણ થયું છે તેમ કહેતા મેહુલે જણાવ્યું કે તે યુવતીને રૂપિયા આપી દો એટલે સમાધાન થઇ જાય જોકે જયદીપભાઈએ રૂપિયા આપવાની ના પાડતા તેના પર બળાત્કારની ફરિયાદ કરાવવાની ગર્ભિત ધમકી આપી હતી પોલીસ પત્રકાર તેના કોન્ટેક્ટમાં હોય અને બદનામ કરાવશે તેવી ધમકી આપી હતી જોકે યુવાને આ ધમકીને પગલે બી ડીવીઝન પોલીસ માં અરજી આપી હતી જોકે થોડા સમય બાદ આ અરજી એ ડીવીઝન પોલીસ મથકમાં આવતું હોવાથી ફરિયાદ ત્યાં ટ્રાન્સફર થતા જયદીપને નિવેદન આપવા લાતી પ્લોટ ખાતે બોલાવ્યો હતો જોકે તે સમયે આ યુવતી મેહુલ અને દીપક નામના શખ્સ ઉભા હતા અને ત્યાં પણ ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી રૂપિયા માંગ્યા હતા આ અંગે એ ડીવીઝન પોલીસે આરોપી યુવતી, મેહુલ અને દીપક વદર સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુન્હો નોધી તપાસ હાથ ધરી
વેપારી યુવકને દુષ્કર્મ કેસમાં ફસાવી રૂ.15 લાખ માગી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાતા યુવતી સહિત 3 સામે ગુન્હો નોધાયો
RELATED ARTICLES


