મોરબી મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ- 1961 હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર એપ્રેન્ટીસોની જગ્યાની ભરતી કરવા માટે વોક-ઇન-ઇન્ટરવ્યુનું આયોજન મોરબી મહાનગરપાલિકા કચેરી, મોરબી શહેર ખાતે કરવામાં આવ્યું છે. જેમાં સંબંધિત લાયકાત ધરાવતા ઉમેદવારોને હાજર રહેવા અંગે જાણ કરવામાં આવે છે.
જેમાં કોમ્પ્યુટર ઓપરેટર (કોપા)ની 8 જગ્યાઓ માટે આઈ.ટી.આઈ. પાસ આઉટ ઉમેદવારો માટે અને બેન્ક ઓફિસ એપ્રેન્ટીસની 15 જગ્યાઓ જગ્યા માટે કોઈપણ ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે આગામી તારીખ: 11/02/2025ના રોજ અને હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટરની 22 જગ્યાઓ માટે આઈ.ટી.આઈ. પાસ આઉટ ઉમેદવારો માટે આગામી તારીખ: 18/02/2025ના રોજ વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે.
જે માટે ઇચ્છુક ઉમેદવારોની વયમર્યાદા 18 થી 35 વર્ષ સુધીની હોવી જોઈએ. તેમને રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત માસિક સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે. ઉમેદવારોએ વોક-ઇન-ઇન્ટરવ્યુ સમયે લાયકાત સંબંધિત જરૂરી તમામ દસ્તાવેજોની નકલ તેમજ અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે.
આ ઉપરાંત વોક ઇન ઇન્ટરવ્યુ માટે ઉપસ્થિત થનાર ઉમેદવારને કોઈપણ પ્રકારનું ભાડું કે ભથ્થું ચુકવવામાં આવશે નહીં. તેમણે સ્વખર્ચે અને સમયસર સ્થળ પર હાજર થવાનું રહેશે. આ સમગ્ર ભરતી પ્રક્રિયા અંગે આખરી નિર્ણયની સતા મ્યુનિસિપલ કમિશ્નર, મોરબી મહાનગરપાલિકાની રહેશે. તેમ ડેપ્યુટી કમિશ્નર (પ્રોજેકટ), મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

