HomeGujaratમોરબીના વિજયનગરમાં ભૂગર્ભગટરની સફાઈના અભાવે પાણી ઘરમાં ઘુસ્યા,મહિલાઓના મનપા કચેરીમાં ધામા

મોરબીના વિજયનગરમાં ભૂગર્ભગટરની સફાઈના અભાવે પાણી ઘરમાં ઘુસ્યા,મહિલાઓના મનપા કચેરીમાં ધામા

મોરબી મહાનગર પાલિકા વિસ્તારમાં ભૂગર્ભની સમસ્યા એટલી હદે વિકરાળ રૂપ લઇ લીધું છે કે શહેરના એક પણ વોર્ડ વિસ્તારમાંથી પાણી ન નીકળવાની ફરિયાદ આવતી ન હોય તમામ વોર્ડ વિસ્તારમાંથી દરરોજ સ્થાનિકો રજૂઆત લઈને આવતા હોય છે તેમ છતાં તંત્ર કામગીરીમાં એટલું નિંભર બની ગયું છે કે લોકોને માત્ર આશ્વાસન સિવાય કશું મળતું નથી

ત્યારે આજે ફરી એકવાર વધુ એક વિસ્તામાંથી મહિલાઓ ભૂગર્ભગટરની સમસ્યાની રજૂઆત લઈને આવી હતી મહિલાઓએ દાવો કર્યો હતો વોર્ડ 2 માં આવતા વિજયનગર વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથો ભૂગર્ભગટરની સફાઈ ણ થવાના કારણથી ઘરમાં પાણી ઘુસી રહ્યા છે આ બાબતે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી કરવાના બદલે મનપા કચેરીમાં આજે સફાઈ કર્મી આવશે કાલ આવશે તેવા વાયદા જ કરવામાં આવે છે વિજય નગર શ્રમિક વર્ગ વસવાટ કરતા હોય છે રોજનું કમાઈ રોજ ખાનાર લોકો કચેરીમાં ધક્કા ખાય તો તેમની રોજી રોટીને અસર થાય બીજી તરફ તંત્ર સફાઈ માટે ન આવતા ઘર અને શેરીઓમાં પાણી ભરાતા અહી મચ્છરનો ઉપદ્રવ થતા રોગચાળો વકરે છે જેથી તંત્ર વહેલી તકે ભૂગર્ભ ગટરની સફાઈ કરાવે અને દવા છટકવ કરે તેવી માગણી કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW