HomeGujaratવાંકાનેર ના રાજા વડલામાં એક વર્ષ પહેલાં થયેલા ઝઘડાનું મનદુઃખ રાખી યુવકને...

વાંકાનેર ના રાજા વડલામાં એક વર્ષ પહેલાં થયેલા ઝઘડાનું મનદુઃખ રાખી યુવકને ચાર શખ્સોએ લમધાર્યો

વાંકાનેરના રાજાવડલા ગામે રહેતા રોહિત રાજેશભાઈ છાત્રોટિયાએ આરોપી અવિનાશ બેચરભાઈ દેત્રોજા, નવઘણ બેચરભાઈ દેત્રોજા, શ્યામજી વિનોદભાઈ દેત્રોજા અને ચેતન બેચરભાઈ દેત્રોજા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા જાહેર કર્યું હતું કે, ગત તા.-29ના રોજ પોતે બાઈક લઈને જઈ રહ્યા હોય ત્યારે આરોપી શ્યામજીને હાથ અડી જતા એક વર્ષ પૂર્વે થયેલાં ઝઘડાનો ખાર રાખી ચારેય આરોપીઓએ એકસંપ કરી પાઇપ અને સળિયા વડે હુમલો કરતા ફરિયાદીના પિતા અને કાકા તેમજ ફરિયાદીને ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.

જ્યારે સામાપક્ષે રાજાવડલા ગામના શ્યામજી વિનોદભાઈ દેત્રોજાએ આરોપી રોહિત રાજેશભાઈ છાત્રોટિયા, રાજેશ માનસિંગભાઈ છાત્રોટિયા, રમેશ ઉર્ફે કુકો માનસિંગભાઈ છાત્રોટિયા અને રોનક રાજેશભાઇ છાત્રોટિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર ર્ક્યું હતું કે, આરોપી સાથે એક વર્ષ અગાઉ ઝઘડો થયો હોય જેનો ખાર રાખી પાઇપ અને ધોકા વડે હુમલો કરી ફરિયાદી તેમજ સાહેદ નવઘણ અને અવિનાશ ઉપર હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.

વાંકાનેર સીટી પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW