મોરબી મહાનગરપાલિકા ની જાહેરાત થતા ની સાથે એક તરફ લોકોમાં ખુશી ન માહોલ અને અને તેમના વિસ્તારોમાં સુવિધાઓ વચ્ચે તેવી આશાઓ સીવી રહ્યા છે જોકે બીજી તરફ મોરબી મહાનગરપાલિકા માં ફરજ બજાવતા કર્મચારીઓની હાલત દિન પ્રતિદિન કફોડી બની રહી હોય તેમ લાગી રહ્યું છે કારણકે મહાનગરપાલિકામાં હાલ કર્મચારીઓની બહુ મોટી ઘટ્ટ જોવા મળી રહી છે નગરપાલિકાના મહેકમ કરતા પણ ખૂબ ઓછા કર્મચારીઓ અને શાખા અધિકારીઓ હોવાના કારણે એક કર્મચારી પર બે થ ત્રણ વિભાગની જવાબદારીઓ આવી રહી છે બીજી તરફ વિસ્તાર વધુ હોવાના કારણે હાલ જે વિભાગની કામગીરી તેઓને કરવાની છે તે પૂરી કરવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આવા સમયે સમયસર કામગીરી પૂર્ણ કરવી એક મોટો પડકાર બની રહ્યો છે તેવા સમયે મોરબી મહાનગરપાલિકામાં પરજ બજાવતા અલગ અલગ વિભાગના પાંચ કર્મચારીઓ દ્વારા અચાનક રાજીનામું ધરી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે આ રાજીનામામા સ્ટોર વિભાગમાં ફરજ બજાવતા હિતેશભાઈ દવે, ઉપરાંત અન્ય એક વિભાગમાં ફરજ બજાવતા નિરંજનભાઇ ભટ્ટ, હર્ષદ ભાઈ કંસારા, લખુભાઈ ઝાલા,જગદીશભાઈ સોલંકીનો સમાવેશ થાય છે મોટાં ભાગના કર્મચારીઓ દ્વારા અંગત અને પારિવારિક કારણસર રાજીનામું આપી દીધા હોવાનું જણાવ્યું હતું.
આ અંગે કમિશનર સ્વપ્નિલ ખરે ના જણાવ્યા મુજબ કર્મચારીઓના રાજીનામાં આપવા અંગેની વાત સાચી છે . જે પણ કર્મચારી દ્વારા રાજીનામા અપાયા છે તેમના કારણ વ્યાજબી હશે તો તેમના રાજીનામાં જરૂર સ્વીકારવામાં આવશે અને તેઓને કોઈ પણ પ્રકારની હેરાનગતિ પડે તેવી અમે બિલકુલ ઈચ્છતા નથી

