HomeGujaratહળવદના સમલી ગામે આઈસરના ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત

હળવદના સમલી ગામે આઈસરના ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત

હળવદના સમલી ગામથી ચરાડવા ગામ તરફ જતા રસ્તે આરોપી GJ-36-T-4809 નંબરના આઈસર ચાલક ગોવિંદભાઇ નારૂભાઇ મુંધવાએ પોતાના હવાલાવાળુ આઇસર વાહન પુર ઝડપે અને બેદ્કારીપુર્વક ચલાવી આવી હળવદના સમલી ગામે રહેતા ફરીયાદીના પતિ કરમશીભાઇ સતાભાઇ મુંધવા(ઉ.વ.-35)ની GJ-03-V-4262 નંબરની છકડો રીક્ષાને સામેથી ઠોકર મારી છકડો રીક્ષા પલટી મરાવી દઇ ફરીયાદીના પતિને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાતા તેનું ઘટના સ્થળે મોત નિપજયુ હતું. આ બનાવ અંગે મૃતકના પત્નીએ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW