હળવદ ટાઉનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ શખ્સ સોનુસિંહ શેરસિંહ રણજીતસિંહ ખીરચી લુહાર જાતે ચીખલીગર રહે. યોગેશ્વરધામ, ઢીંચડા રોડ, ખોડીયાર કોલોની જામનગર વાળાને પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આરોપીની પૂછતાછમાં ચોરીના આ બનાવમાં આરોપી શેરસિંહ રણજીતસિંહ ખીરચી અને જસબીરસિંગ ઉર્ફે રવીસિંગ રહે.ભરૂચ વાળાની સંડોવણી કબુલતા બન્નેને ફરાર દર્શાવી તેને પકડી લેવા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

