મોરબીના નવા બસ સ્ટેન્ડથી કન્યા છાત્રાલય રોડ પર વિદ્યાર્થીનીઓ નીકળે ત્યારે જાહેરમાં બિભત્સ ચેનચાળા કરનાર શખ્સને પોલીસે પકડી પાડ્યો.
મળતી માહિતી મુજબ મોરબીના નવા બસ સ્ટેન્ડથી કન્યા છાત્રાલય રોડ પર સ્કૂલ અને કોલેજ જતી વિદ્યાર્થીની ત્યાંથી પસાર થઇ રહી હોય ત્યારે આરોપી અશ્વીનભાઈ મુળજીભાઈ ચાવડા (ઉ.વ.35) રહે. શક્ત શનાળા બાયપાસ ગોકુળનગર જોધાણીની વાડી મોરબીવાળો જાહેરમાં બિભત્સ ચેનચાળા કરતો હતો. જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

