કર્તવ્ય જીવદયા કેન્દ્ર મોરબી દ્વારા આવતીકાલે ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઘાયલ થતાં અબોલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે એવા હેતુથી તેમનો હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે તથા સંસ્થા દ્વારા મોરબીના મુખ્ય જગ્યોઓ ઉપર 20 પક્ષી કલેક્શન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. જેમાં નીચે યાદી મુજબ સમયમાં આપ પક્ષી ત્યાં પહોચાડી શકો છો.
તારીખ 13-14-15 જાન્યુઆરીના રોજ પક્ષી સારવાર કેન્દ્ર પટેલ મેડિકલ સામે, બાપા સીતારામ ચોક, રવાપર રોડ સમય સવારે 9 થી રાત્રે 11 સુધી તેમજ તારીખ 14 જાન્યુઆરીના રોજ રવાપર ચોકડી, અવની ચોકડી, પંચાસર રોડ, રાજનગર નાકે, મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી-2 સમય સવારે 8 થી સાંજે 8 સુધી અને 14 જાન્યુઆરી ફ્લોરા 158 S.P રોડ, સરદાર પટેલ આર્કેડ, ગોકુળ મથુરા સોસાયટી ઉમિયા સર્કલ, મહાદેવ મંદિર સુપર માર્કેટ સામે GIDC સ્વામિનારાયણ મંદિર નગર દરવાજે મહેન્દ્રનગર ચોકડી, પટેલ પાન
અવધ સોસાયટી કોર્નર, નાની કેનાલ શકિત ટાઉનશિપ પાસે રવાપર સમય સવારે 8 થી બપોરે 2 સુધી (આ સ્ટોલ ઉપર દાન તેમજ ઘાયલ પક્ષી સ્વીકારવામાં આવશે).
ઉપર આપેલ લોકેશન સિવાય મોરબીમાં ક્યાંય પણ ઘાયલ પક્ષીની તાત્કાલિક સારવાર કરવા સંસ્થાના સભ્યો પણ આવીને લય જસે જે માટે 75748 68886, 75748 85747, 75748 85742 હેલ્પલાઇન નંબર છે. કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીની તમામ જીવદયા પ્રેમી જનતાને કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા અપીલ કરવામાં આવે છે કે, ઉત્તરાયણમાં મોજ મસ્તીની સાથે અબોલ જીવોનું પણ ધ્યાન રાખીએ. ચાઇનીઝ દોરીની ખરીદી તેમજ વપરાશ ના કરીએ, કાચ વાળા માંજાના વાપરીએ તેમજ પતંગના દોરા યોગ્ય જગ્યાએ ઉપર નિકાલ કરીએ. સાંજે 6 પછી પતંગ ના ચગાવી જેથી અબોલ પક્ષીઓના જીવ બચી શકે.
આની સાથે ઉપર આપેલ હેલ્પલાઇન વિશેની માહિતી તમારા દરેક જીવદયાપ્રેમી મિત્રો સુધી પોહચાડવા કર્તવ્ય જીવદયા કેન્દ્ર તરફ થી અપીલ કરવામાં આવી છે.

