મોરબી-ટંકારા અને માળીયા તાલુકાના અલગ-અલગ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રહેતા ભોરણીયા પરિવારનો પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ ટંકારા તાલુકાના નેકનામ ખાતે પટેલ સમાજ વાડી ખાતે યોજાયો હતો. જેમાં ભોરણીયા પરિવારના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. બાદમાં મહા પ્રસાદનું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ, સર્વે ટ્રસ્ટીઓ તથા નેકનામ, હમીરપર, રોહિશાળા ત્રણેય ગામના સ્વયં સેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત આમરણ, જોડિયા, નાની બરાર, કેરાળા, ભક્તિનગર, નારણકા, ટીંબડી, બંગાવડી, બોડીઘોડી , સખપર, દેવળિયા, ચાંચાપર, જોધપર, મોટા ખિજડિયા, ખજુરડા, થાણાપીપળી, વગેરે ગામના પરિવારના સૌ સદસ્યો સમયસર ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમના મોરપીંછ બની કાર્યક્રમ દીપાવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રવીણભાઈ ભોરણિયા (નાની બરાર) કર્યું હતું, સ્વાગત પ્રવચન ભીખાભાઈ પી. ભોરણિયાએ કરી સૌને આવકાર્યા હતા. અંતે હરિભાઈ પી. ભોરણિયાએ આભારવિધિ કરી કાર્યક્રમને સંપન્ન કર્યોં હતો.

