HomeGujaratમોરબીના લુંટાવદર ગામે કાર ચાલકે રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત

મોરબીના લુંટાવદર ગામે કાર ચાલકે રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત

મોરબી તાલુકાના લુંટાવદર ગામની સીમ પીપળીયા ચાર રસ્તાથી લુંટાવદર ગામની વચ્ચે GJ-36-V-0171 નંબરની કારનો ચાલક તેની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી જતો હોય તે સમયે સામેથી આવતી GJ-36-W-2568 નંબરની રીક્ષાને હડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો. જેમાં રીક્ષા ચાલક સોહિલભાઇ સલીમભાઇ ચાનીયા ઉ.વ.37 રહે.લુંટાવદર વાળાને બંને પગમાં તેમજ માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના કાકાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં તે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW