પોરબંદરના કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થયાની ઘટના સામે આવી છે. કોસ્ટગાર્ડના એર એન્કલવ પર ALH ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થતાં 3 લોકોના મોત થયા છે. જેમાં બે પાઇલટ અને 1 અન્ય વ્યક્તિનો સમાવેશ થાય છે.
પોરબંદરના કોસ્ટગાર્ડ એરસ્ટ્રીપ પર આજે 12.30 વાગ્યાના સુમારે લેન્ડિંગ કરતા સમયે હેલિકોપ્ટર ક્રેશ થતા જ જોરદાર વિસ્ફોટ થયો હતો અને આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈ તાત્કાલિક ધોરણે આગ બુઝાવાની કામગરી હાથ ધરવામાં આવી હતી. જવાનોના મૃતદેહોને ભાવસિંહજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સુરક્ષા એજન્સીમાં હડકંપ મચી ગઇ છે.

