દેશ દુનિયામાં 31 ડિસેમ્બરે નવાં વર્ષના વધામણાં થાય છે અને આ વધામણાં દરમિયાન કાયદાની ઐસી તૈસી કરીને દેશીદારૂ,બિયર અને અંગ્રેજી દારૂના વેપલામાં ઉછાળો જોવા મળે છે. ત્યારે હળવદ ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરી વિસ્તારમાં હળવદ પીઆઈ આર.ટી વ્યાસ, પીએસઆઈ કે.એચ. અંબારીયા, ડી.વી કાનાણી સહિત 70થી જવાનોએ ડ્રાઈવ ચલાવી હતી જેમાં અલગ-અલગ જગ્યાએ દેશીદારૂ, બિયરના ટીન અને અંગ્રેજી દારૂના જથ્થા સાથે આરોપી ઝડપી લીધા હતા.
સાથે જ શહેરમાં રાત્રી દરમિયાન સરા ચોકડી, સરાનાકા, રાણેકપર ચોકડી, મોરબી ચોકડી સહિતના વિસ્તારોમાં સતત વાહનોની ચકાસણી તેમજ બ્રેથ એનાલાઈઝરથી નશામાં ચૂર ઈસમોની તપાસ હાથ ધરવામાં આવી હતી. મહેન્દ્ર ઉર્ફે મેંદો મશરુભાઈ નંદેસરીયા રહે. રાયધ્રા 15 લીટર દેશીદારૂ કિંમત 3 હજાર, કિર્તન નરશીભાઈ રહે. જોગડ 24 બોટલો કિંમત 7200 તેમજ બિયરના ટીન 20 કિંમત 2 હજાર કુલ 9200 મુદ્દામાલ સાથે ધરપકડ, રમેશ શિવાભાઈ શિરોયા રહે. મયુરનગર 8 લીટર દેશીદારૂ કિંમત 1600 સાથે ધરપકડ, દિનેશ માવજીભાઈ કમલપરા રહે વેગડવાવ 10 લીટર દેશીદારૂ કિંમત 2 હજાર જ્યારે દારૂ મોકલનાર વિક્રમ બચુભાઈ ગેડાણી, અશોક માવજીભાઈ જખાણિયા રહે સુસવાવ 10 લીટર દેશીદારૂ કિંમત 2 હજાર સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે તો સાથે અલગ-અલગ જગ્યાએ નશામાં ચકચુર થયેલ અને ગુનો દાખલ થયા છે.
જેમાં સુરેશ ફુલાભાઈ મકવાણા રહે. કવાડીયા,ભુપત જાદુભાઈ રહે. સુખપર, અલ્કેશગિરી નટવરગિરી ગોસાઈ રહે. હળવદ, રણજીત ઉર્ફે શેખો દેવજીભાઈ ગોહિલ રહે.ગોરી દરવાજો, મુકેશ ઉર્ફે મુકો તેજાભાઈ વિરમગામથી રહે. ત્રણ માળિયા હળવદ, વિક્રમસિંહ વિનુભા પરમાર રહે નવાં દેવળીયા, રાજુ મેરુભાઈ બાલાસણિયા રહે નવા અમરાપર, જગદીશ રધુભાઈ બાલાસણિયા રહે.ભવાની નગર ઢોરો હળવદ, પ્રતિક વલ્લભભાઈ કૈલા રહે. અવધ સોસાયટી હળવદ, જયંતિ પ્રેમજીભાઈ મકવાણા રહે ભવાની નગર ઢોરો હળવદ,
ગુડ્ડ વિરસિગભાઈ મૈડા રહે હળવદવાળા ઝડપાઈ જતાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

