HomeGujaratદેશના પૂર્વ વડાપ્રધાન મન મોહન સિંહનું અવસાન, 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

દેશના પૂર્વ વડાપ્રધાન મન મોહન સિંહનું અવસાન, 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

આર્થિક ઉદારીકરણ અને મોટા સુધારા માટે જાણીતા દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને ગુરુવારે મોડી રાત્રે શ્વાસની બીમારીના કારણે એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ડોકટર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. મન મોહન સિંહ છેલ્લા ઘણા સમયથી શ્વાસની બીમારીથી અસ્વસ્થ હતા.કેન્દ્ર સરકાર દ્વારા સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

મન મોહન સિંહ ના અવસાન ના સમાચાર મળતાં કોંગ્રેસ દ્વારા બેંગલોર ખાતે યોજાનારી રેલી પણ રદ કરવામાં આવી છે. અને તમામ કોંગ્રેસી નેતાઓ દિલ્હી ખાતે રવાના થઈ ગયા હતા . બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા પણ આજે મન મોહન સિંહ ને શ્રદ્ધાંજલી માટે કેબિનેટ બેઠક બોલાવાઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW