ભારત સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા તા.17/12/2024 ના રોજ ચાલુ શિયાળુ સત્ર દરમિયાન એમના દ્વારા ભારતીય બંધારણ ના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરને “આંબેડકર, આંબેડકર, આંબેડકર આંબેડકર એક ફેશન બની ગઈ છે” જેવા અવમાનીત શબ્દોનો પ્રયોગ કરવામા આવ્યો હતો. જેથી ભારત ભરમાં ડૉ. બાબા સાહેબના કરોડો અનુયાયીઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. જેના વિરોધમાં ગત તા.24/12/2024ના રોજ કલેકટરને મોરબી બહુજન સમાજ પાર્ટી દ્વારા આવેદન પત્ર આપી, સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહુજન સમાજ પાર્ટીના હોદેદારો, બસપા સમર્થકો અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગનાં લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

