HomeGujaratમોરબીમાં આજે જિલ્લાની અલગ અલગ ૧૧ સહકારી દૂધ મંડળીઓના ઉદ્ઘાટન કરાશે

મોરબીમાં આજે જિલ્લાની અલગ અલગ ૧૧ સહકારી દૂધ મંડળીઓના ઉદ્ઘાટન કરાશે

રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર આવતીકાલે તા.૨૫/૧૨/૨૦૨૪ ના રોજ “સહકારથી સમૃદ્ધિ” પહેલને સાકાર કરવા સમગ્ર દેશમાં નવરચિત, બહુઉદ્દેશીય પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓ, પ્રાથમિક દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ તેમજ પ્રાથમિક મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓના ઉદ્ઘઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને દિલ્હી ખાતે રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ યોજાશે.

જે અન્વયે મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તા.૨૫/૧૨/૨૦૨૪ ના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, સનાળા રોડ, મોરબી ખાતે બપો૨ના ૦૨:૦૦ કલાકથી ૦૪:૦૦ કલાક સુધી યોજાશે. આ કાર્યક્રમમાં ૧૧ દૂધ મંડળીઓના ઉદ્ઘાટન, ૦૧ સેવા સહકારી મંડળીનું રજીસ્ટ્રેશન પ્રક્રિયા અને ૦૩ સેવા સહકારી મંડળીઓને નાણાં હુકમ આપવામાં આવશે. તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના પ્રાસંગિક ઉદબોધનનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.આ ઉપરાંત કાર્યક્રમમાં સાંસદ સભ્ય , ધારાસભ્યો, સહકારી મંડળીઓના પ્રમુખ, સભ્યઓ અને વિવિધ અધિકારીગણ હાજર રહેશે. તેમ સહકારી મંડળીના જિલ્લા રજીસ્ટ્રાર બી.એન.પટેલએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW