મોરબીના વનાળીયા ગામે રહેતા રવજીભાઈ ભીખાભાઈ નાયક ઉ.વ.- 60 ગત તા.-22/12/2024ના રોજ વનાળીયા ગામ પાસે,ખાખરાળા ગામ જવાના રસ્તે વોકળામાં પડી જતા તેનું મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના પુત્રે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.