HomeGujaratમોરબી જિલ્લામાં 11 મહિનામાં 166 રોડ અકસ્માત, 176 લોકોએ જીવ ગુમાવ્યા

મોરબી જિલ્લામાં 11 મહિનામાં 166 રોડ અકસ્માત, 176 લોકોએ જીવ ગુમાવ્યા

જીવલેણ અકસ્માત સર્જાતા 8 બ્લેક સ્પોટ આઇડેન્ટિટી ફાય, રોડ સેફ્ટી નિયમ ની અમલવારીથી અકસ્માતની 71 ઘટના, 59 લોકોના મોત થયા. 

ઉદ્યોગ નગર મોરબી તેમજ જિલ્લો ચારેય બાજુથી નેશનલ હાઈવે અને સ્ટેટ હાઇવે થી ઘેરાયેલ છે અને રોજ  5000થી વધુ ટ્રક અને ભારે વાહનો ઉપરાંત અન્ય વાહનોની દિવસ રાત અવર જવર રહે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર નો પ્રવેશ દ્વાર જિલ્લો હોવાથી અન્ય જિલ્લામાં જતા વાહનો પણ મોરબી જિલ્લામાંથી પસાર થાય છે. જેના કારણે રોડ પર અવારનવાર અકસ્માતના બનાવ બને છે અને આ અક્સમાતમાં દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં લોકો મોત થવા અથવા ગંભીર રીતે ઇજા થતા હોય છે. રોડ પર વધતા અકસ્માત અને તેમાં જતા જીવ પોલીસથી લઇ સમગ્ર તંત્ર માટે એક ચેલેન્જ બની ગઈ છે અને તેને ઉકેલવા અલગ અલગ પ્રયત્ન કરવા છતાં અકસ્માત પર અંકુશ લાવવો મુશ્કેલ બન્યો છે જોકે મોરબી પોલીસની અલગ અલગ કામગીરી તેમજ રોડ સેફટી કમિટી દ્વારા લેવાયેલા અલગ અલગ પગલાને કારણે અગાઉના બે વર્ષની સરખામણીમાં થોડા ઘણા અંશે અકસ્માતની સંખ્યા અને મોતના પ્રમાણમાં થોડો ઘટાડો નોધાયો છે. 

મોરબી જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન સૌથી વધુ જીવલેણ અકસ્માત થતા 8 જગ્યાને આઇડેન્ટિટી ફાય કરી તેને બ્લેક સ્પોટ જાહેર કર્યા હતા અને ત્યાં અકસ્માત ઘટાડવા જરૂરી પગલા લેવાનું શરુ  કરતા ત્યાં અકસ્માત ઘટ્યા છે આ ઉપરાંત નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર આવતા ગામ અને રહેણાંક વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ ફીટ કરવા અને બંધ લાઈટ શરુ કરવાની કામગીરી કરી હતી. 

મોરબી જિલ્લામાં જાન્યુઆરી 2024થી નવેમ્બર 2024 દરમિયાન રોડ અકસ્માતની 257 ઘટના બની હતી  જેમાં 176 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા તો 182 લોકોને સામાન્યથી લઇ ગંભીર ઈજા પહોચી હતી જોકે આ ઘટના છેલ્લા બે વર્ષોની ઘટના કરતા ઓછો હોવાનું સામે આવ્યું છે. 2023માં જિલ્લામાં 312 જેટલા અકસ્માતમાં 208 લોકોના જીવ ગયા હતા તો 252 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ પહેલા 2022માં 328 અકસ્માતમાં 235 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જયારે 241 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
 
આમ સતત ત્રણ વર્ષમાં અક્સમાત અને મોતની સંખ્યા જોતા આ વર્ષે અકસ્માતની 71 ઘટના ઓછી નોધાઇ છે. જયારે 59 લોકોના મોત ઓછા થયા હોવાનું સામે આવ્યું છે. 

સૌથી વધુ જીવલેણ અકસ્માત સર્જતા આ 8 બ્લેક સ્પોટ જાહેર 

પોલીસ મથક હાઇવેનું નામ લોકેશન બ્લેક સ્પોટનો પ્રકાર 
મોરબી તાલુકા નેશનલ હાઈવે  લાલપર ગામ આસપાસ   સીધો રોડ 
મોરબી તાલુકા નેશનલ હાઈવે  રફાળેશ્વર ગામ આસપાસ સીધો રોડ 
મોરબી તાલુકા નેશનલ હાઈવે  મકનસર ગામ આસપાસ રોડ સીધો રોડ 
વાંકાનેર સીટી નેશનલ હાઈવે  નર્સરી ચોકડીથી ટોલનાકા વળાંક 
માળિયા મિયાણા પોલીસ નેશનલ હાઇવે હરીપરની ગોળાઈ બ્રીજનો ખૂણો 
હળવદ પોલીસ સ્ટેટ હાઇવે ઢવાણા પાટિયા સીધા રોડ 
ટંકારા સ્ટેટ હાઇવે લજાઈ ચોકડી રોડ અને ચાર રસ્તા  

ટ્રાફિક અવેરનેસ અને વાહન ચાલકોની સુરક્ષા માટે લેવાયેલા પગલા 

મોરબી શહેર અને જિલ્લામાં વાહન અકસ્માત ઘટાડવા જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સુચનાથી ચાલુ વર્ષમાં 3 મેડીકલ કેમ્પ, શાળા કોલેજમાં માર્ગ સલામતી જાગૃતિ માટે 17 કેમ્પ રોડ સેફટી અને 3 ઓવર સ્પીડ સેમીનાર, મોટા વાહનોમાં 14 જેટલા રેડીયમ રીફ્લેક્ટર, અલગ-અલગ જગ્યા થતી પદયાત્રા દરમિયાન યાત્રાળુને બેગમાં રેડીયમ લગાવવા 32 જેટલી ટ્રાફિક ડ્રાઈવ, કરવામાં આવતા વાહન અકસ્માતનું પ્રમાણ ઘટ્યું છે. મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગના પી આઈ  કે એમ છાસીયા એ જણાવ્યું હતું. 

નિયમ ભંગ માટે 11 મહિનામાં  4994 વાહન ડીટેઈન થયા. મોરબી જિલ્લા પોલીસ દ્વારા સમયાંત રે ટ્રાફિક ડ્રાઈવ અને રૂટીન ચેક અપ દરમિયાન ચાલુ વર્ષે 11 મહિનામાં સૌથી વધુ 4994 વાહન ડીટેઇન કરાયા હતા તો 46857 વાહન ચાલકો સામે એનસી કેસ કરી રૂ 2.05 કરોડ નો સ્થળ  દંડ જયારે 1.72 કરોડ નો આરટીઓ દંડ ભર્યો હતો. 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW